Lock sahitykar
સાંઇરામ દવે નો જન્મ તારીખ ૭/૦૨/૧૯૭૭ના રોજ પિતા વિષ્ણુપ્રસાદ દવે (પ્રસાદજી) પ્રાચીન ભજનીક અને માતા સરોજ બેન દવેના પરિવારમાં ગોંડલ ખાતે થ યો હતો. સાઇરામ દવે નિવાસ-:ગોંડલ (ગુજરાત) ૩ કલાકમાં ૩૬૫ દિવસનો થાક ઉતારતા કવિ એટલે સાંઇરામ દવે. ડિપ્લોમા ઇલેક્ટ્રિક્લ એન્જિનિયરમાંથી પિતાના વારસાને જાળવવા કલાકાર બન્યા. ઇ. સ. ૧૯૯૭ની સાલમાં અમરેલી DIETમાંથી PTC કેન્દ્ર પ્રથમ આવ્યા. ૧૯૭૭થી લોકકલા ક્ષેત્રમાં પદાર્પણ કર્યુ. ૩૧ વર્ષની વયે ૩૧ જેટલા જુદા- જુદા વિષય પર હાસ્ય, લોકસાહિત્યના ઓડિયો-વિડિયો આલ્બમ આપ્યા. ૨૦૦૦ની સાલમાં આકાશવાણી રાજકોટ ના B-high Grade લોક વાર્તાકાર તરીકે માન્યતા મેળવી. "ચમન બનેગા કરોડપતી" કેસેટ થકી ગુજરાત રાજ્યના ગામડે ગામડે ગાજતા થયા. દુબઇ, મસ્કત, અબુધાબી, કેન્યા, બ્રિટન, ટાન્ઝાનિયા જેવા વિદેશમાં લોકોને ગુજરાતની લોકકલાની ઝલક આપી. ચારણી સાહિત્ય અને લોક સાહિત્યમાં રાષ્ટ્રભક્તિના ત્રિવેણી સંગમ થકી એક વિભિન્ન ભેટ ધરી જેમાં એક સાથે ૧૪૮ જ્ઞાતિનાં નામ, ૧૦૪ પહાડનાં નામ, ૮૦ નદીઓ, ૬૦ પ્રકારની સાડીઓનાં નામ સાંઇરામના કંઠે સાંભળવા એ એક લ્હાવો છે. પોતે એક રાષ્ટ્રભક્ત કવિ છે, તેમણે સ...